Gujarat – North Gujarat News, India, Crime News, Gujarati News
![]() |
Gujarat – North Gujarat News, India, Crime News, Gujarati News |
પાટણ, તા. 02 જુલાઈ 2018, સોમવાર
પાટણમાં એક યુવતી પર થયેલા ગેંગરેપની ઘટનામાં પાટણના એક વકીલની કથીત રીતે થયેલી સંડોવણીને લઈ આજે દિવસ દરમિયાન અસમંજસભરી સ્થિતિ ઉભી થઈ છે અને આ ઘટનામાં વકીલ ખુદે સોશીયલ મીડીયામાં પોતાનો બચાવ કરતી વિડીયો ક્લીપ ફરતી કરતાં કેસમાં નવો વળાંક આવ્યો છે.
આ અંગે પાટણ એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પીએસઆઈએ આપેલ માહિતી અનુસાર પાટણના કાલી બજારમાં એક યુવતી દરગાહેથી પરત ફરી રહી હતી ત્યારે એક ગ્રે કલરની ગાડી આવી હતી અને તેને એક અજાણ્યા શખસે ગાડીમાં બેસાડી હતી અને અજાણ્યો શખસ તેમજ પંકજ ગાડી ચલાવતો હતો અને મને દરગાહની પાછળ અવાવરુ જગ્યાએ લઈ જઈ કુકર્મ કર્યું હતું અન બાડીયા રોડ પર ઉતારી દીધી હતી અને ત્યાંથી ૧૦૮ દ્વારા ધારપુર સિવિલમાં ગઈ હતી. પોલીસે આ અંગે તપાસનો દોર શરૃ કર્યો છે.
તો બીજી બાજુ કથીત આરોપીએ પોતાના પક્ષ રજુ કરતો એક વીડીયોમાં તેમણે જણાવેલ કે ૨-૭-૧૮ના રોજ હું મારા ફેમીલી તેમજ એક સંસ્થા સાથે મહુડી અને સ્વપ્ન સૃષ્ટી પાર્કમાં હતો અને રાત્રે ૧૨ વાગે પાટણ પરત આવ્યા હતા. આ સ્પષ્ટતા બાદ પોલીસે ફરિયાદમાં કરાયેલા આરોપનો તાગ મેળવવા માટે તપાસ શરૃ કરી છે.
Gujaratdivyabhaskar news, sports, cricket, football, futbol, world, Indian, business, health, entertainment, magazine, Gujarati, business news, Gujarati news, health tips, Gujarat Samachar, world news, Gujarat, cricket score, sports news, cricket news, business. Gujarat Samachar, Read Gujarati Top News and Samachar Headlines today in the Gujarati Language. Latest Gujarati News, News Headlines & Breaking News from India in Gujarati. Gujarat Samachar is world's highest selling Gujarati Newspaper.
No comments:
Post a Comment