Indian News મહારાષ્ટ્ર: બાળક ચોર સમજીને 5 લોકોની મારી મારીને હત્યા | Maharashtra: 5 People lynched villagers on suspicious of child theft
![]() |
Indian News મહારાષ્ટ્ર: બાળક ચોર સમજીને 5 લોકોની મારી મારીને હત્યા | Maharashtra: 5 People lynched villagers on suspicious of child theft |
Indian News આસામ પછી હવે મહારાષ્ટ્રમાં ભીડે 5 લોકોની મારી મારીને હત્યા કરી નાખી છે. મહારાષ્ટ્રના ધુલીયા જિલ્લામાં બાળક ચોરી કરવાના આરોપમાં ભીડ ઘ્વારા 5 લોકોની હત્યા કરી દેવામાં આવી છે. લોકોની ભીડે 5 લોકોને બાળક ચોરી કરતી ગેંગ સમજી લીધી અને તેમની કોઈ પણ પ્રકારની પૂછપરછ કર્યા વિના તેમને મારવાનું ચાલુ કરી દીધું. ભીડે તે 5 લોકોની એટલી પીટાઈ કરી કે તેમની મૌત થઇ ગયી.
ઘટનાની જાણકારી મળતા જ પોલીસ ત્યાં પહોંચી. આ ઘટનાને કારણે વિસ્તારના લોકોમાં તણાવનો માહોલ હતો ત્યારપછી પોલીસે સામાજિક સંગઠનના લોકોની મદદ ઘ્વારા ત્યાંના લોકોને શાંત કરાવ્યા. પોલીસે આ મામલે 15 લોકોની અટક પણ કરી છે. પોલીસ ઘ્વારા જણાવ્યા અનુસાર તે પાંચ આદિવાસી યુવકો હતા. ગામના લોકોને લાગ્યું કે તેઓ છોકરા ચોરી કરવા આવ્યા છે. ત્યારપછી ગામના લોકોએ પથ્થર અને ડંડા ઘ્વારા તેમને ઘેરીને મારવાનું શરૂ કરી દીધું.
આપણે જણાવી દઈએ કે એક અઠવાડિયા પહેલા જ ધુલીયા જિલ્લાના નજીક નંદુરબાર જિલ્લામાં આ રીતે ભીડે બાળક ચોરી કરવાના આરોપમાં કેટલાક લોકોની ગામના લોકો ઘ્વારા પીટાઈ કરવામાં આવી હતી. એટલું જ નહીં પરંતુ તેમની કારને પણ આગ લગાવી દીધી હતી. આ પહેલા આસામમાં પણ બે યુવકોની બાળક ચોરી કરવાની શંકામાં મારી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.
No comments:
Post a Comment